મોરબીમાં શ્રાવણ મહિનો શરુ થતા જ જુગારીઓ પર પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવે અંતર્ગત રેઈડ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે પાંચ સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા કુલ ૨૭ પત્તાપ્રેમીઓની અટકાયત કરવામાં આવી છે.ત્યારે મોરબી પોલીસ દ્વારા સતત કાર્યવાહી ને લઈને આ શ્રાવણ મહિનો પત્તા પ્રેમીઓ માટે વસમો સાબિત થાય તેવું જણાઈ રહ્યું છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીનાં આધારે શોભેશ્વર રોડ પાસે જાહેર શેરીમા રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી જુગાર રમતા રાજેશભાઇ પોપટભાઇ વડેચા (રહે.શોભેશ્વર રોડ મફતીયા પરા મોરબી -૨), અજયભાઇ કુવરજીભાઇ વિકાણી (રહે.શોભેશ્વર રોડ મફતીયા પરા મોરબી-૨), યોગેશભાઇ મહાદેવભાઇ ઝીઝુવાડીયા (રહે.શોભેશ્વર રોડ મફતીયા પરા મોરબી-૨ વાળો), સુનીલભાઇ વિષ્ણુભાઇ સીરોહીયા (રહે.શોભેશ્વર રોડ મફતીયા પરા મોરબી-૨) તથા મંજુબેન પ્રહલાદભાઇ ભરમાણી (રહે.શોભેશ્વર રોડ મફતીયા પરા મોરબી-૨) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રકમ રૂ-૩૧૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આઇ.ટી.આઇ. કોલેજની સામે પાવર હાઉસ પાસે ઢાળ પર જાહેર શેરીમાથી મુકેશભાઇ નરશીભાઇ શનારીયા (રહે.શકત શનાળા શક્તિમાતાના મંદિર પાછળ મોરબી), પરસોત્તમભાઇ મુળજીભાઇ સાવરીયા (રહે.મહેન્દ્રનગર આઇ.ટી.આઇ. ઢાળ પર મોરબી-૨), વિજય રમેશભાઇ સાવરીયા (રહે. શકત શનાળા શનાળા શક્તિમાતાના મંદિર પાછળ મોરબી), ગોપાલભાઇ નિતીનભાઇ પરમાર (રહે.ભડીયાદ રોડ જંગલેશ્વર મંદિરની બાજુમાં મોરબી-૨) તથા અજયભાઇ રમેશભાઇ શનારીયા (રહે. મહેન્દ્રનગર આઇ.ટી.આઇ. ઢાળ પર મોરબી-૨) નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. અને તેમની પાસેથી રોકડા રકમ રૂ-૪૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ત્રીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા તળાવીયા શનાળા ગામની સીમમાં સેન્ટ્રો સીરામીક કારખાના સામે રેઈડ કરવામાં આવી હતી. અને જુગાર રમતા પ્રકાશભાઇ નરસીભાઇ કગથળા (રહે-તળાવીયા શનાળા તા.જા.મોરબી), બાબુભાઇ દલાભાઇ રાઠોડ (રહે-સ્કોડલેન્ડ કારખાના ઉંચી માંડલ ગામ તા.જી.મોરબી મુળ રહે-કડમાંદ તા-મુળી જી-સુરેન્દ્રનગર), ભાવેશભાઇ હેમુભાઇ ચાવડા (રહે-સ્કોલેન્ડ કારખાનની ઓરડીમાં,તળાવીયા શનાળા ગામની સીમમાં તા.જી.મોરબી મુળ રહે-કચોલીયા તા.પાટડી જી.સુરેન્દ્રનગર), રાકેશભાઇ રામસેવકભાઇ નીષાદ (રહે- સ્કોલેન્ડ કારખાનની ઓરડીમાં,તળાવીયા શનાળા ગામની સીમમાં તા.જી.મોરબી મુળ રહે-મડાપુર થાના-દેવકીમંડલ પોસ્ટ ઓફીસ-ખાનપુર જી-ઔરેયા (યુ.પી.)), સોમજીભાઇ ખાનાભાઇ પારગી (રહે- સ્કોલેન્ડ કારખાનની ઓરડીમાં,તળાવીયા શનાળા ગામની સીમમાં તા.જી.મોરબી મુળ રહે-દાણાવાડા તા-મુળી જી-સુરેન્દ્રનગર), રાજુભાઇ માંગીલાલ વર્મા (રહે- સ્કોલેન્ડ કારખાનની ઓરડીમાં,તળાવીયા શનાળા ગામની સીમમાં તા.જી.મોરબી મુળ રહે-હિનોતીયા થાના-બિલચીપુર જી-રાજગઢ (એમ.પી.)), અશોકભાઇ શ્યામજીભાઇ સાવરીયા (રહે-મકાન નં.૬૩ ઉમા રેસીડેન્સી તા.જી.મોરબી), અરવિંદભાઇ વિઠ્ઠલભાઇ ડાભી (રહે-ઉંચી માંડલ ગામ તા.જી.મોરબી) તથા રમેશભાઇ મનજીભાઇ ચાવડા (રહે-ઉંચી માંડલ ગામ તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૫૩,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ચોથા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ઘીયાવડ ગામના ઝાપા પાસેથી બળદેવસિંહ ઉર્ફેમુન્નાભાઇ વિક્રમસિંહ ઝાલા (રહે.ઘીયાવડ તા.વાંકાનેર જી.મોરબી), નરપતસિંહ લાલુભા ઝાલા (રહે.ઘીયાવડ તા.વાંકાનેર જી.મોરબી), મોયુદીનબાઇ જીવાભાઇ કડીવાર (રહે. ઘીયાવડ તા.વાંકાનેર જી.મોરબી) તથા ગગજીભાઇ હરજીભાઇ મકવાણા (રહે.ઘીયાવડ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી રોકડ રૂપીયા-૬૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પાંચમા દરોડામાં, મોરબી એલસીબી ટીમ દ્વારા કોઠારીયા ગામની સીમ જડેશ્વર થી ટોળ જતા કાચા રસ્તે જતા કાચા રસ્તે કેનાલથી આગળ રેઈડ કરવામાં આવી હતી અને જાહેરમાં જુગાર રમતા રાઘવજીભાઇ ઉર્ફે રઘુભાઇ અજાભાઇ દેસાઇ (રહે.સજનપર (ઘુનડા) તા.ટંકારા જી.મોરબી), કાંતિલાલ બેચરભાઇ ભુત (રહે.સજનપર (ઘુનડા) તા.ટંકારા જી.મોરબી), શાંતિલાલ દેવશીભાઇ ફેફર (રહે.મોરબી રવાપર ગામ નીતિનપાર્ક સોસાયટી જી.મોરબી મુળ રહે.હિરાપર તા.ટંકારા જી.મોરબી) તથા દેવેન્દ્રસિંહ ઉર્ફ. દેવુભા કનકસિંહ જાડેજા (રહે.સજનપર (ઘુનડા) તા.ટંકારા જી.મોરબી) નામના શખ્સોને રોકડ રૂ.૭૫,૨૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.જયારે કમલેશભાઇ રણછોડભાઇ કોબીયા (રહે.કોઠારીયા (જડેશ્વર) તા.વાંકાનેર જી.મોરબી) નામનો શખ્સ ફરાર થઇ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.