વાંકાનેરના શિવપાર્ક રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થી મિતેનભાઈ પ્રવીણભાઈ લાબડીયા ઉવ.૩૧ એ ગઈ તા. ૦૩/૦૨ ની રાત્રે પોતાનું બ્લુ કલરનું ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૧૦-ઈબી-૨૦૦૮ વાળું પોતાના ઘરની બહાર પાર્ક કર્યું હોય ત્યારે અજાણ્યા વાહન ચોર ઈસમોએ ડુપ્લીકેટ ચાવીના ઉપયોગથી યા તો મોપેડનું લોક તોડી ચોરી કરી લઇ ગયા હોવા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા વાહન ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વાહન ચોરીની અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.