Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીમાં મોપેડ ચોર ગેંગ સક્રિય: એક સાથે સાત મોપેડ સહિત આઠ બાઇક...

મોરબીમાં મોપેડ ચોર ગેંગ સક્રિય: એક સાથે સાત મોપેડ સહિત આઠ બાઇક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં બાઈક ચોરોએ તરખાટ મચાવ્યો હોય તેમ એક સાથે સાત ટીવીએસ મોપેડ બાઇક સહિત આઠ ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના મહેન્દ્રનગર ઘુટૂ રોડ પર આવેલ પીપળી ગામના માર્કો વિલેજ સોસાયટી પાસે રાહુલકુમાર અશોકભાઇ વૈષ્ણવ (ઉ.વ-૨૮) એ પોતાનું હીરો કંપનીનુ સ્પલેન્ડર પ્લસ બાઈક પાર્ક કર્યું હતું જેને નિશાન બનાવી ગત તા. ૨૩ -૦૩ના રોજ આરોપી કિશનભાઇ રમેશભાઇ પટેલ (રહે- આંબલી મંદિર વાળો વાસ તા-ઘાટલોડીયા જી-અમદાવાદ) એ ચોરી કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક ચોરીની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ મુજબ જસમતભાઈ ભુરજીભાઈ કણઝરીયા (ઉ.વ.૩૩ રહે શનાળા ગામ વીરાણીની વાડી તા.જી.મોરબી)
તા.૨૫/૦૧/૨૦૨૨ ના રોજ મોરબીની ઓમ શાંતી સ્કુલની સામેના પાર્કીગમાથી પોતાનું ટી.વી.એસ મોટર કંપનીનુ XL-100 હેવી ડ્યુટી મોપેડ મો.સા રજી GJ-36-AA-4672 ને પાર્ક કર્યું હતું જે બાઈક તથા સાહેદ મનજીભાઈ જેઠાભાઈ મકવાણાના ટી.વી.એસ.મોટર કંપનીનુ TVS XL 100 જેના રજી નં.GJ-36-K-6788 ને નિશાન બનાવી અજાણ્યાં ઈસમો હંકારી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીની ઓમ શાંતી સ્કુલની સામે પાર્કીંગમાથી
વાઘજીભાઈ ગોવીદભાઈ કણઝારીયા (ઉ.વ.૨૬ રહે શનાળા રોડ રામજી મંદીરની બાજુમા ખેરની વાડી) એ પોતાનું બાઈક ટી.વી.એસ મોટર કંપનીનુ XL-100 હેવી ડ્યુટી મોપેડ મો.સા રજી નં.GJ-36-AB-8250 રાખ્યું હતું જેની તા. ૧૬/૦૩/૨૦૨૨ ના રોજ અજાણ્યો ઈસમ ચોરી કરી હંકારી ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ બનાવી છે.

જ્યારે નિતેશભાઈ ભરતભાઈ મીરાણી (ઉ.વ.૩૧ રહે અરૂણૉદયનગર બ્લોક નં.૧૪૬ સામાકાંઠે)ના બાઇક ની તા.૨૫/૦૩/૨૦૨૨ ના રોજ ચોરી થયાની ફરિયાદ ઉઠી છે. જેમાં નિતેશભાઈ મોરબી લીલાપર રોડ સ્મશના પાસે ટી.વી.એસ મોટર કંપનીનુ XL-100 હેવી ડ્યુટી મોપેડ મો.સા રજી નં.GJ-36-N-0245 તથા સાહેદ અંબારામભાઈ અજાભાઈ ડાભી (ઉ.વ.૬૫)ના ટી.વી.એસ મોટર કંપનીનુ TVS XL 100 જેના રજી નં.GJ-36-N-6402 ની પણ ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

આ ઉપરાંત મોરબી લીલાપર રોડ સ્મશાનની બહાર થી નરશીભાઈ હરજીવનભાઈ કુબાવત (ઉ.વ.૭૦ રહે કાલીકા પ્લૉટ શેરી નં.૧ હુડકો-૨૬ મોરબી) ના ટી.વી.એસ મોટર કંપનીનુ XL-100 હેવી ડ્યુટી મોપેડ મો.સા રજી નં.GJ-36-K-0617 અને સાહેદ નરેશભાઈ કેશુભાઈ વાઘેલા નુ ટી.વી.એસ મોટર કંપનીનુ TVS XL 100 જેના રજી નં.GJ-36-M-9514 ની પણ ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!