Friday, November 15, 2024
HomeGujaratનૈતિકતા:મોરબીનાં વેપારીએ પોતાની વર્ષો જુની ભાડાની મિલ્કત એક પણ રૂપિયો લીધા વીના...

નૈતિકતા:મોરબીનાં વેપારીએ પોતાની વર્ષો જુની ભાડાની મિલ્કત એક પણ રૂપિયો લીધા વીના મુળ માલીકને પરત સોંપી

મોરબીમાં વષોઁ જુના રહેવાસી અને ખોડીયાર મઢૂલી પરીવારના નામથી ઓડખ તેવા અનિલકુમાર ધીરજલાલ કારીયાને પોતાના ધંધાકીય ઉપયોગ માટે વષાઁ પહેલાં બજારલાઈન (સોની બજાર) લાલબંબા શેરી પાસે મોરબી સાત સ્વરુપ વૈષ્ણવ હવેલીની માલિકીનું ગોડાઉન ભાડે રાખ્યું હતું અને આશરે ૫૦ વષઁથી નિયમિત ભાડુ ચુકવી રહ્યા હતા. ત્યારે અનિલભાઈ કારીયા પોતે છેલ્લા ૧૫ થી ૨૦ વષઁ થી ધંધામા નિવ્રુત થયા હતા. આજે પોતે તેમના પરીવારને કહ્યું હતું કે આપણું આ ગોડાઉના મુળ માલીક સાત સ્વરુપ વૈષ્ણવ હવેલી છે અને આપણે આટલા વર્ષોથી ત્યાં ધંધો કરીને સુખી થયા છીએ અને હવે ઠાકોરજીની ખુબ ક્રુપા છે. તો આપણે આ મિલ્કતનો એકપણ રુપીયો લીધા વિના કે કોઈ પણ જાતની શરત વિના આપણે હવેલીને દુકાન પાછી સોંપી દેવી છે. ત્યારે પરીવારનાં સભ્યો પણ ખુબ રાજી થયા અને આજે સવારે મિલ્કતના ભાડુઆત હવેલી ખાતે સામેથી આવીને મુખ્યાજી ચાવી આપી કહ્યું કે લ્યો આ ચાવી, ઠાકોરજીને અપઁણ કરું છું.

- Advertisement -
- Advertisement -

ખોડીયાર મઢુલી પરિવારના અનિલ કુમાર ધીરજલાલ કારિયાએ સાત સ્વરૂપ વૈષ્ણવ હવેલીને પોતાની ભાડે રાખેલી વર્ષો જૂની દુકાન કોઈપણ રૂપિયા લીધા વિના પરત આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણે ત્યાં દરેક સમાજના ધામિઁક ટ્રસ્ટ પાસે મિલ્કતો છે અને વષાઁ પહેલાં ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના નિભાવ ખર્ચ માટે મિલ્કતોને ભાડે આપી હતી. ત્યારે આજે લોકો મિલ્કતને પેઢીઓ સુધી બીનજરુરી રીતે પોતાની પાસે રાખી મુકે છે ત્યારે આ લોહાણા સમાજના પ્રોઢે નીતિમત્તા અને પ્રામાણિક્તાનું ઉત્તમ દાખલો સમાજમાં બેસાડ્યો છે. આ તકે હવેલીનાં મુખ્યાજી અને ટ્રસ્ટી અને સમગ્ર વૈષ્ણવ સમાજના લોકોએ અનિલકુમાર ધીરજલાલ કારીયા અને ખોડીયાર મઢુલી પરીવારનો ખૂબ આભાર માન્યો હતો. અને સાથે આવી ટ્રસ્ટની મિલ્કત જે કોઈ પાસે હોય અને હવે જરુર ન હોય તો ટ્રસ્ટને પરત સોંપી દેવા અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!