મોરબીમાં માનવતા મરી નથી પરવારી એનું ઉત્તમ ઉદારણ જોવા મળ્યું છે. કાર વોશિંગ બોય તરીકે કામ કરતા એક યુવકે તેની નોકરીના સ્થળે આવેલ વરમોલા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અર્ટિગા ગાડીમાંથી મળેલ 2.5 લાખ રૂપિયા તેના મૂળ માલિકને પરત કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીના સનાળા ખાતે રહેતો અને કાર વોશિંગ બોય તરીકે નોકરી કરતા સુરજ રાવલ નામના યુવકને વરમોલા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અર્ટિગા ગાડીમાંથી 2.5 લાખ રૂપિયા મળ્યા હતા. જેને લઈ યુવકે કંપનીનો સંપર્ક કરી અને જણાવેલ કે તેને કારમાંથી રૂપિયા મળેલ છે. જેથી કાર માલિકે સ્થળ પર આવી યુવક પાસેથી તેને રૂપિયા પરત મેળવ્યા હતા. અને તેણે કાર વોશિંગ બોયનો આભાર માની તેની નીતિમત્તાને બિરદાવી હતી.