બેંકમાં અનેક પ્રકારના લોકો આવે છે પરંતુ ક્યાંય પણ સોશ્યલ ડિસ્ટનસ્ટ જળવાતું નથી કે નથી કર્મચારીઓ માસ્ક કે સેનેટાઈઝરનો ઉપયોગ કરાતો જેના લીધે આજે SBI ના કર્મચારીઓ જ કોરોના પોઝિટિવ આવ્યા તો પણ મુશ્કેલી પ્રજાને જ વેઠવી પડસે
મોરબીમાં સરકારી કર્મચારીઓ માસ્ક ન પહેરે તો તુરંત જ સોશ્યલ ડિસ્ટનસ્ટ અને કોવિડ19 ગાઈડલાઈનનો ભંગ થઈ જાય છે જેમાં ખાસ કરી પોલીસ આવા વિવાદનો શિકાર વધુ બને છે પરન્તુ જ્યાં રોજ ગામે ગામથી અનેક લોકો આવે ત્યાં માણસો ડોક્યુ સુધા નથી કરતા આ જગ્યા એટલે બેન્ક જેમાં આજે મોરબીની એસબીઆઈ ની પરાબજારમાં આવેલી મુખ્ય બ્રાન્ચના 11 કર્મચારીઓ ને કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં એસબીઆઈ બેંકમાં 22 કર્મચારીઓમાંથી 11 ને પોઝિટિવ આવતા બેકની કામગીરી ખોરવાઈ ગઈ છે અગાઉ પણ બે કર્મચારીઓ કોરોનામાં સપડાયા હતાં ત્યારે આજે એક બેંકના પરિવાર જન અને 11 કર્મચારીઓ મળી કુલ 12 લોકો કોરોના સંક્રમિત થયા છ છે જેમાં SBI માં કુલ મળી 13 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા આજથી મોરબી SBI ની મેઈન બ્રાન્ચની રોજીંદી કામગીરી બંધ કરવામાં આવી છે જો કે આ બેન્ક માં ક્યારેય પણ સોશ્યલ ડિસ્ટનસ્ટ કે માસ્ક કે સેનેટાઇઝરનો ઉપયોગ ફક્ત કહેવા પૂરતો જ કરવામાં આવતો અને લોકો માટે કોઈ સુવિધા કરવામાં આવતી ન નહતી જેના લીધે ગ્રાહકો ને મુશ્કેલીઓ થતી હતી ત્યારે આજે હવે બેન્ક બંધ છે ત્યારે પણ ગ્રાહકોને જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે જો કે આમાં સૌથી મોટી તકલીફ સામાન્ય વર્ગ,કર્મચારીઓ અને નાના માણસોને થાય છે કેમ કે મોટા વહીવટી પ્રક્રિયા કરતા લોકો તો પોતાનો રસ્તો કાઢી જ લેતા હોય છે આ સમગ્ર તકલીફ સહન સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને જ વેઠવાનો વારો આવેછે તો બીજી બાજુ સોશ્યલ મીડિયામાં પણ સરકારી કર્મચારિયો તેમાં પણ ખાસ કરી પોલીસને જ કોવિડ ૧૯ ની ગાઈડલાઈન નો ટાર્ગેટ બનાવવામાં આવે છે તો શું આવા એસી ઓફિસમાં બેસતા બાબુઓ ટંકારા નું ટીલું લાવ્યા છે ? કેમ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી હાલ તો મોરબી મેઇજ બ્રાન્ચ તેનીજ નિષ્કાળજીના લીધે તેને ખોદેલાં ખાડામાં પડી છે ત્યારે હવે મોરબી SBI માં રોજીંદી કામગીરી ક્યારે શરૂ થશે એ મોટો સવાલ છે.?