ટ્રાન્સપોર્ટના ધંધાર્થી યુવક અને તેના બે કાકા સાથે સમાધાનની વાત કરવાનું કહી કર્યો હુમલો
મોરબીના વાવડી રોડ ગાયત્રીનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી યુવક અને તેના બે કાકા ઉપર યુવકના જુના મિત્રએ અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવક અને તેના કાકા ફટાકડાની ખરીદી કરવા ગયા હોય ત્યારે ગાળો આપી બોલાચાલી કરી હોય બાદમાં જુના મિત્રએ સમાધાન માટે બોલાવી યુવક અને તેના બે કાકા ઉપર પથ્થર, લાકડાના ધોકા સહિત ઢીકાપાટુનો માર મારી ત્રણેયને માથામાં તથા શરીરે મૂંઢ માર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ યુવક દ્વારા ૫ શખ્સો વિરુદ્ધ નામજોગ સહિત ૧૦ આરોપીઓ વિરુદ્ધ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા જયરાજભાઈ લાલજીભાઈ અવડીયા ઉવ.૨૦ એ હોસ્પિટલના બિછાનેથી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી જીગ્નેશ નકુમ, જયેશ ઉર્ફે જયલો ભરવાડ, વિક્રમ ભરવાડ, યશ ભરવાડ, રાહુલ ડાભી તથા પાંચ અજાણ્યા શખ્સો સહિત કુલ ૧૦ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે
આરોપી જીગ્નેશ નકુમ ફરિયાદી જયરાજભાઈનો જુનો મીત્ર હોય અને તેની સાથે અગાઉ માથકુટ થયેલ હોય જેનો ખાર રાખી ગઈકાલ તા.૦૧/૧૧ ના રોજ જયરાજભાઈ અને તેમના કાકા જયકિશનભાઈ બન્ને આર.આર.મોલ પાસે ફટાકડાના સ્ટોલે ફટાકડા લેવા ગયેલ હોય ત્યારે આરોપી જીગ્નેશ નકુમ ત્યાં ભેગો થઇ જતા જયરાજભાઈનો ભુંડી ગાળો આપવા લાગી ઝપાઝપી કરી હતી, જે બાદ આરોપી જીગ્નેશ નકુમે તેના મિત્ર જયેશ ઉર્ફે જયલાને ફોન કરી બોલવતા આરોપી જયેશ, વિક્રમ, યશ તથા રાહુલ એમ બધા ત્યાં આવી જયરાજભાઈ અને તેના કાકા સાથે ઝપાઝપી કરી જોય બાદમાં ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ આરોપી જીગ્નેશ નકુમે જયરાજભાઈને ફોન કરી સમાધાનની વાતચીત કરવા માટે વાવડી રોડ કારીયા સોસાયટીના નાકે બોલાવેલ જેથી જયરાજભાઈ અને તેમના કાકા જયકિશનભાઈ બન્ને ત્યાં જતા ત્યારે આરોપી વિક્રમ ભરવાડ સાથે વાતચીત કરતા હોય તે દરમ્યાન આરોપી જીગ્નેશ નકુમ, જયેશ ઉર્ફે જયલો, યશ ભરવાડ, રાહુલ ડાભી તથા તેમની સાથે અન્ય પાંચેક અજાણ્યા માણસો આવી જઇ છુટા પથ્થરના ધા કરી જયરાજભાઈના કાકા જયકિશનભાઈને માથાના કપાળના ભાગે ઇજા પહોચાડી તેમજ આરોપીઓએ એક સંપ કરી જીગ્નેશ નકુમ તથા યશ ભરવાડે જયરાજભાઈ અને તેના કાકાને લાકડાના ધોકા તથા ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમ્યાન જયરાજભાઈના બીજા કાકા અંકિતભાઈ સ્થળ ઉપર આવતા તેમને પણ તમામ આરોપીઓ દ્વારા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે આજુબાજુમાં માણસો રકથા થઈ જતા તેમજ જયરાજભાઈ તથા તેમના બંને કાકા વધુ મારથી બચવા સ્થળ ઉપરથી ભાગી જઈ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે જયરાજભાઈની ફરિયાદને આધારે કુલ ૧૦ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.