વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ ટ્રકને રોકી કાગળો માંગતા ડ્રાઈવર અને ક્લીનર ટ્રક મુકી ફરાર, તપાસ કરતાં કોલસાની આડમાંથી વિદેશી દારૂ ઝડપાયો
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોડી રાત્રે મોરબી એ ડિવિઝન પોલીસ લીલાપર રોડ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી ત્યારે ત્યાંથી કોલસો ભરેલો ટ્રક નં. આરજે-૦૪-સીએ-૬૩૭૭ ઓવરલોડ કોલસો ભરી નીકળતા પોલીસે તેને રોકી કાગળો બતાવવા માટે બોલવતા પણ ટ્રકનો ડ્રાઈવર અને કલીનર ટ્રક સાઈડમાં મૂકી પોલીસ પાસે આવવાના બદલે નાસી છુટ્યા હતા જેથી પોલીસને શંકા જતા આ ટ્રકને એ ડિવિઝન પોલિસ ગ્રાઉન્ડમાં અન્ય ડ્રાયવરની મદદથી પહોંચાડ્યો હતો અને આરટીઓ મારફત ટ્રકના માલિકની તપાસ શરૂ કરાવી અને ટ્રકમાં કોલસાની આડમાં ગેર પ્રવૃત્તિની શંકા જતા ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ ૧૦૮૦ કિં.રૂ. ૩,૨૪,૦૦૦/- મળી આવતા દારૂની બોટલો, ટ્રક (કિં.રૂ.૧૦,૦૦૦૦૦/-), કોલસો કિં.રૂ.૫૬,૦૦૦/- મળી કુલ રૂ. ૧૩,૮૦,૦૦૦/- નો મુદમાલ કબજે કરી ટ્રકના ડ્રાયવર અને ક્લીનર સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.