Saturday, January 10, 2026
HomeGujaratમોરબી: મિલકતવેરા અને વ્યવસાયવેરા ભરપાઈ માટે ઓનલાઈન સહિત ૧૧ કલસ્ટર ઓફિસ કાર્યરત

મોરબી: મિલકતવેરા અને વ્યવસાયવેરા ભરપાઈ માટે ઓનલાઈન સહિત ૧૧ કલસ્ટર ઓફિસ કાર્યરત

મોરબી મહાનગરપાલિકાએ મિલકતવેરો અને વ્યવસાયવેરાની સરળ અને સુવ્યવસ્થિત વસૂલાત માટે ઓનલાઈન વેબસાઈટ, મોબાઈલ એપ્લીકેશન તેમજ શહેરમાં આવેલી ૧૧ કલસ્ટર ઓફિસ મારફતે વેરા સ્વીકારવાની વ્યવસ્થા અમલમાં મૂકી છે. બાકીદાર મિલકતધારકો સામે ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકતવેરો તથા વ્યવસાયવેરો ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત મહાનગરપાલિકા કચેરીમાં સવારે ૧૦:૩૦થી સાંજે ૫:૦૦ કલાક સુધી તથા શહેરમાં કાર્યરત કુલ ૧૧ કલસ્ટર ઓફિસમાં સવારે ૧૦:૩૦થી સાંજે ૪:૦૦ કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે. આ કલસ્ટર ઓફિસોમાં નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડીયાદ, ત્રાજપર, ગ્રીનચોક લાઈબ્રેરી, વિશ્વકર્મા બાલ મંદિર (વાંકાનેર દરવાજા પાસે), શનાળા, રવાપર અને લીલાપર ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાનગરપાલિકા કચેરીના રૂમ નં. ૯માં POS મશીન દ્વારા પણ મિલકતવેરો સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે. ટેક્સ શાખા દ્વારા અંદાજે ૧૨૦૦ જેટલા બાકીદાર મિલકતધારકોને માંગણા નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં વોરંટ બજવણી કરી વેરો ન ભરનાર મિલકત સીલ કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો https://mmcgujarat.in/ વેબસાઈટ અથવા Play Store પરથી “Morbi Municipal Corporation” એપ્લીકેશન ડાઉનલોડ કરી મિલકત નંબર દાખલ કરીને સહેલાઈથી ઓનલાઈન વેરા ભરી શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!