મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી કે વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતો મનીષ ખાણઘર પોતાના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરતા જ્યાંથી વિદેશી દારૂની ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન વ્હિસ્કીની ૧૨ નંગ બોટલ મળી આવી હતી, જ્યારે આરોપી મનીષભાઈ દેવકરણભાઈ ખાણઘર દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરીને પોલીસે કુલ રૂ.૬,૦૦૦/-નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈને આરોપીની શોધખોળ શરૂ કરી છે.