Saturday, June 7, 2025
HomeGujaratમોરબી: નીલકંઠ રેસીડેન્સીના રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ ઝડપાયી, આરોપી ફરાર જાહેર.

મોરબી: નીલકંઠ રેસીડેન્સીના રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ ઝડપાયી, આરોપી ફરાર જાહેર.

મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે શહેરના નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્ક સોસાયટી રોડ ઉપર નિલકંઠ રેસીડેન્સીમાં આવેલ રહેણાક મકાનમાં રેઇડ કરી ઇંગ્લીંશ દારૂની ૧૨૦ નંગ બોટલ ઝડપી લેવામાં આવી છે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલ.સી.બી. ટીમના એએસઆઇ. હિતેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઇ હુંબલ તથા કોન્સ. વિક્રમભાઇ લાભુભાઇ કુગશીયાને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, હિતેશભાઇ ગોવિંદભાઇ ડાભી રહે.મોરબી-૨ નવલખી ફાટક નજીક શ્રધ્ધાપાર્ક સોસાયટી રોડ ઉપર નિલકંઠ રેસીડેન્સી મકાન નંબર-બી/૫૬ વાળા પોતાના કબજા ભોગવટા વાળા રહેણાકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી ખાનગીમાં વેચાણ કરે છે. તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય જે હકીકત આધારે ઉપરોક્ત રહેણાંકે રેઇડ કરતા મકાનમાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગની ૧૨૦ નંગ બોટલ કિ.રૂ.૧.૫૬ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી હિતેશભાઈ ગોવિંદભાઇ ડાભી હાજર મળી આવેલ ન હોય જેથી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!