Saturday, January 11, 2025
HomeGujaratમોરબી: ચકલા-પોપટ, વરલી મટકા અને તીનપત્તીનો જુગાર રમતા ૧૪ ઝડપાયા

મોરબી: ચકલા-પોપટ, વરલી મટકા અને તીનપત્તીનો જુગાર રમતા ૧૪ ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં પોલીસ જુગાર ઉપર કડક કાર્યવાહી ચાલુ રાખીને વધુ કેટલાક જુગારીઓ ઉપર તવાઈ ઉતારી હતી. જેમાં મોરબી જિલ્લામાં ચકલા-પોપટ, વરલી મટકા અને તીનપત્તીનો જુગાર રમતા ૧૪ ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે વાંકાનેર આરોગ્યનગર ચોક જાહેરમાં બેસી જુદા જુદા ચિત્રોના બે બેનરો ઉપર પૈસાની લેતી દેતી કરી હાર જીતનો નશીબ આધારીત ચકલા પોપટનો જુગાર રમી રમાડતા મળી આવતા બંન્ને બેનરો તથા કુલ રોકડા રૂપીયા 14,370 સાથે આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલા, રવિભાઈ જગદીશભાઈ શંખેસરીયાને ઝડપી લીધા હતા.

સીટી એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસે ઈદગાહ મેદાનમા જુગાર રમતા ઈમરાનભાઈ ઉર્ફે ચકલી રહીમભાઈ મોવર, માજીદભાઈ બસીરભાઈ ભટ્ટી, રફીકભાઈ હનીફભાઈ મોવર, ફારૂકભાઈ ઈસ્માઈલભાઈ સેડાત,ને રોકડા રૂ.10,100 સાથે ઝડપી લીધા હતા. તેમજ ગાંધી ચોક મેલડીમાતાના મંદિર પાસે વરલી મટકાનો જુગાર રમતા ગુલશા મહેબુબશા કાજીને રોકડા રૂપિયા 580 સાથે ઝડપી લીધો હતો.

આ ઉપરાંત હળવદ પોલીસે હળવદ તાલુકાના નવા ઘાટીલા ગામે નજીક જાહેરમાં જુગાર રમતા ધનજીભાઇ મુળજીભાઇ સોલંકી, જયંતીભાઇ લવજીભાઇ મકવાણા, સંજયભાઇ જગજીવનભાઇ માકસણા, કિશોરભાઇ કુકાભાઇ ઉઘરેજીયા, રોહીતભાઇ ગોવીંદભાઇ રાજપરીયા, રાજુભાઇ ખોડાભાઇ સોલંકી, આસીકભાઇ અનવરભાઇ ભટ્ટીને રોકડા રૂપિયા 13,300 સાથે પકડી પાડેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!