Sunday, October 4, 2026
HomeGujaratમોરબી:શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવનું 16મું વર્ષ : ગરબાની રમઝટ વચ્ચે સમાજસેવાની સરવાણી

મોરબી:શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવનું 16મું વર્ષ : ગરબાની રમઝટ વચ્ચે સમાજસેવાની સરવાણી

મોરબી: શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ પૂરતો સીમિત ન રહેતા સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. મહોત્સવ દરમિયાન મળતી દાનની રકમમાંથી વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કાર્યોમાં આર્થિક સહયોગ આપવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબી સંચાલિત શ્રી ઉમા સંસ્કાર ધામ, લજાઈ ખાતે ભોજનાલયના મુખ્ય દાતા તરીકે રૂ. 51 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ ખાતે શ્રી આ વિદ્યાર્થી ભવનની બીજી વિંગના મુખ્ય દાતા તરીકે પણ રૂ. 51 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના કોઈપણ ગામમાં પટેલ સમાજવાડીના નિર્માણ માટે શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા રૂ. 1,11,111નું કાયમી અનુદાન આપવામાં આવે છે. ટંકારા પટેલ સમાજવાડીના નિર્માણ માટે રૂ. 11,11,111નું અનુદાન પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના અનેક ગામોમાં પટેલ સમાજવાડી માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.

અનાથ દીકરીઓના શિક્ષણ માટે પણ સહયોગ

ગત વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આઠમની મહાઆરતીના બોલમાંથી પ્રાપ્ત થનારી સમગ્ર રકમનો ઉપયોગ મોરબી જિલ્લાની અનાથ દીકરીઓના ભણતર માટે કરવામાં આવશે. ગત વર્ષે શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં આઠમની મહાઆરતીમાંથી પ્રાપ્ત રકમમાંથી મોરબી જિલ્લાની 101 અનાથ દીકરીઓને ભણતર માટે રૂ. 21,000ની સહાય આપવામાં આવી હતી, એટલે કે દરેક દીકરીને રૂ. 21,000 મુજબ કુલ રૂ. 21,21,000ની શૈક્ષણિક સહાય કરવામાં આવી હતી.

કોરોનાકાળમાં પણ સેવા કાર્ય

શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા કોરોનાકાળ દરમિયાન પણ સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. મોરબીમાં બે કોવિડ સેન્ટર શરૂ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરવામાં આવી હતી. તેમજ દર્દીઓને વિનામૂલ્યે ટેસ્ટ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિઓ નવરાત્રિ મહોત્સવ દરમિયાન મળતી દાનની રકમમાંથી કરવામાં આવે છે. આમ, નવરાત્રિના આયોજન સાથે સમાજના વિવિધ વર્ગોને શિક્ષણ, સામાજિક સુવિધા અને આરોગ્ય ક્ષેત્રે સહયોગ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.

16મા વર્ષે ભવ્ય નવરાત્રિ મહોત્સવ

શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આ વર્ષે 15 વર્ષ પૂર્ણ કરીને 16મા વર્ષમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબીના લીલાપર કેનાલ રોડ ખાતે આવેલા રામકો રેસીડેન્સી ગ્રાઉન્ડ ખાતે ‘માં ઉમાનું આંગણું’ નામથી નવરાત્રિનું આયોજન થશે. 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રિ મહોત્સવમાં જાણીતા કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. જેમાં ગાયક ઋષભ અગ્રાવત, સાધના ગોસ્વામી, નારાયણ ઠાકર અને પૂનમ ગઢવી સહિતના કલાકારો સંગીત અને ગરબાની પ્રસ્તુતિ આપશે. આ રીતે શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક પરંપરા અને સેવાકીય પ્રવૃત્તિઓના સંગમરૂપે યોજાઈ રહ્યો છે. મહોત્સવમાંથી મળતા દાનને સમાજના વિવિધ ઉપયોગી કાર્યોમાં વાપરીને શિક્ષણ, સમાજવાડી અને આરોગ્ય ક્ષેત્રે સહયોગ આપવાની પરંપરા આગળ ધપાવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!