મોરબી શહેરના લીલાપર રોડ સ્થિત જય ભારત નળીયાના કારખાના સામે આવેલ મનહરભાઈ વઢેકીયાના રહેણાંક મકાનની ઓરડીમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ કિ.રૂ.૫,૪૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવાયો છે, જ્યારે દરોડા દરમિયાન આરોપી મનહરભાઈ ગોપાલભાઈ વઢેકીયા સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી, એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.