ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઇ.એમ.આર.આઇ .ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલપલાઇન લાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ, અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. મોરબીમાં એક સગર્ભા મહિલાને પતિ તરછોડીને જતા રહેતા મોરબી 181 અભયમ ટીમ દ્વારા મહિલાને આશ્રય અપાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગત તારીખ 21/06/2023 ના રોજ પીડીત મહિલા દ્વારા 181 પર કોલ આવેલ કે પીડીત મહિલા સગર્ભા હોય અને તેમના પતિ મુકીને જતા રેહલા હોય માટે મદદની જરૂર છે. ત્યાર બાદ તાત્કાલિત 181 મોરબી લોકશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ રીટાબેન પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે પોહચેલ અને તે મહિલા પાસે જઈ સૌ પ્રથમ તેમને પેહલા સાંત્વના આપેલ હતી. ત્યાર બાદ તેમનું કાઉન્સિલિંગ કરેલ જેમા મહિલાએ જણાવેલ કે, તેઓ મધ્યપ્રદેશના હોય બાર મહિનાથી મોરબીમાં અહીંયા કંપનીમા કામ કરતા હોય અને કંપનીમાં જ રહેતા હોય મહિલા સગર્ભાને આઠ મહિના થયેલ હોય મહિલાના પતિ ત્રણ દિવસ થાય મહિલાને કહ્યા વિના મુકીને જતા રહેલ હોવાથી મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાને લાંબાગાળાની કાઉન્સિલિંગ તેમજ આશ્રયની જરૂર હોવાથી મોરબી સખી વન સેન્ટરમા આશ્રય અપાવેલ હતો. જેને લઈ મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો.