મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગર સોસાયટી શેરી નં. એન-૭માં આવેલ રહેણાંકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૩ બોટલ બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવી છે, જ્યારે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે રામકૃષ્ણનગર સોસાયટીમાં શેરી નં. એન-૭ માં રહેતા યોગેશભાઈ નિમાવત પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય, જેથી તુરંત પોલીસ દ્વારા ઉપરોક્ત રહેણાંકમાં રેઇડ કરતા મકાનના રસોડામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૩ બોટલ કિ.રૂ.૭,૩૩૫/-મળી આવી હતી, આ સાથે આરોપી યોગેશભાઈ રાજેશભાઇ નિમાવત રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, હાલ બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.