મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, સર્કિટ હાઉસ સામે મફતીયાપરામાં રહેતો દિનેશભાઇ પુરબીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત રહેણાંકમાં રેઇડ કરતા જ્યાંથી વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૧૮૦મીલી. ની ૨૦ બોટલ કિ.રૂ.૫,૫૦૦/-મળી આવી હતી, રેઇડ દરમિયાન આરોપી દિનેશભાઇ સોમાભાઈ પુરબીયા હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









