મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં રામકુવા વાળી શેરી ત્રાજપર ખારીમાં આવેલ નિલેશભાઈ ડાભીના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ માપની અને બ્રાન્ડની કુલ ૨૭ નંગ બોટલ ઝડપી લેવામાં આવી છે, જ્યારે આરોપી નિલેશભાઈ ભરતભાઇ ડાભી દરોડા દરમિયાન સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી, બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.