મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃષભનગરમાં રહેતા દીપકસિંહ જયોતિસિંહ જાડેજા ઉવ.૪૦ ગત તા.૦૯/૦૮ના રોજ તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન સવારે ૩.૪૦ વાગ્યા આસપાસ તેઓને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા, પરિવારજનો તેમને સારવાર સબબ તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન દીપકસિંહને જોરદાર હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી, મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.