મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટી.કે.હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ-૨ ના પાર્કિંગમાં ઓર્ક કરેલ એકતીવામાં વિદેશી દારૂનો જથ્થો રાખી બુટલેગર દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે રેઇડ કરતા, જ્યાં એકટીવા રજી.નં. જીજે-૦૩-એચસી-૬૭૧૩ની ડેકીમાંથી વિદેશી દારૂની ૫ બોટલ કિ.રૂ.૭,૦૦૦/- મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી અંકિતભાઈ દીપકભાઈ સોલંકી રહે. શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ-૨ ફકેટ નં.૪૦૧ મોરબી-૨ વાળો હાજર નહિ મળી આવતા, પોલીસે તેને ફરાર દર્શાવી એકટીવા તથા વિદેશી દારૂ સહિત ૨૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.









