મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાછળ આવેલ મફતિયાપરામાં સંજયભાઈ ઉર્ફે રૂનજીના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, ત્યારે મકાનમાંથી વિદેશી દારૂ વાઈટ લેસ વોડકાની ૮ બોટલ કિ.રૂ.૨,૮૪૮/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો, દરોડા દરમિયાન આરોપી સંજયભાઈ ઉર્ફે રૂનજી જગદીશભાઈ ભડાણીયા ઉવ.૨૧ વાળો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા, આરોપીને ફરાર દર્શાવી બી ડિવિઝન પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.