Monday, June 2, 2025
HomeGujaratમોરબી-૨: લાભનગરમાં રહેણાંકની સામે બાવળની કાંટમાં રાખેલ વિદેશી દારૂની ૮૭ બોટલ પકડાઈ,આરોપી...

મોરબી-૨: લાભનગરમાં રહેણાંકની સામે બાવળની કાંટમાં રાખેલ વિદેશી દારૂની ૮૭ બોટલ પકડાઈ,આરોપી ફરાર.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લાભનગરના રહેણાંક મકાન સામે કાલેન્દ્રી નદીના કોઝવે પાસે બાવળની કાંટમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની ૮૭ બોટલ ઝડપી લેવામાં બી ડિવિઝન પોલીસને સફળતા મળી હતી, પૂર્વ બાતમીને આધારે કરવામાં આવેલ દરોડામાં આરોપી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર દર્શાવી, આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે મોરબી-૨ લાભનગરમાં ખોડાભાઈ કગથરા પોતાના રહેણાંક સામે કાલેન્દ્રી નદીના કોઝવે નજીક આવેલ બાવળની કાંટમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા પ્લાસ્ટિકના ત્રણ બાચકામાં તથા એક બોક્સમાં વિદેશી દારૂ ગ્રાન્ડ અફેર વ્હિસ્કીની ૮૭ બોટલ કિ.રૂ.૪૩,૫૦૦/- મળી આવી હતી. જ્યારે આરોપી ખોડાભાઈ ભરતભાઈ કગથરા રહે. લાભનગર સામે મોરબી-૨ વાળો દરોડા દરમિયાન સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી, આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!