મોરબી શહેરના ત્રાજપર ચોકડી વિસ્તારમાં આવેલી ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય કોકીલાબેન વાલજીભાઇ ચૌહાણ પોતાના ઘરે હોય ત્યારે અચાનક બેભાન થઈ જતા પરિવારજનો અને પડોશીઓ દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં ફરજ પર હાજર મેડિકલ ઓફિસર ડૉ. એન.એન. રૂપાલાએ જોઈ તપાસી કોકિલાબેનને મૃત જાહેર કર્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.