મોરબીમાં સાતમ આઠમના મેળા અન્વયે શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી નજીક હોમ ડેકોર ગ્રાઉન્ડમાં લાગેલ મેળામાં આવેલ યુવકે પોતાનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક મેળાના ગ્રાઉન્ડમાં પાર્ક કર્યું હતું જ્યાંથી કોઈ અજાણ્યા વાહન ચોર ઇસમે મોટર સાયકલ ચોરી કરી લઈ ગયા હોવા અંગે યુવકે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, મોરબી-૨ લક્ષ્મીનારાયણ સોસાયટી સરસ્વતી હિલ્સ ફ્લેટ નં.૩૦૨ માં રહેતા દીપેનભાઈ રમેશભાઈ વડાલીયા ઉવ.૩૩ એ અજાણ્યા વાહન ચોર ઈસમ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, સાતમ આઠમના તહેવાર નિમિતે સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી નજીક હોમ ડેકોર ગ્રાઉન્ડમાં લાગેલ મેળામાં ગત તા.૧૨/૦૮ના રોજ રાત્રિબ ૮ વાગ્યે ફરિયાદી પોતાનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક રજી.નં. જીજે-૦૩-એચડી-૧૩૦૨ લઈને ગયા હતા. ત્યારે તેઓએ મેળાના ગ્રાઉન્ડમાં પોતાનું બાઇક પાર્ક કર્યું હતું. જે બાદ આશરે ૧૦ વાગ્યાની આસપાસ ફરિયાદી દીપેનભાઈ ઘરે પરત જવા જ્યાં બાઇક પાર્ક કર્યું તે સ્થળે ગયા, ત્યાં પાર્ક કરેલ બાઇક જોવા ન મળતા, બાઇકની શોધખોળ કરી હતી અંગે કોઈ સગડ ન મળતા નિયમ અનુસાર દીપેનભાઈએ પ્રથમ ઇ-એફઆઈઆર બાદ હાલમાં બી ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાતા, પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









