મોરબી-૨ વિસ્તારમાં કાંતિનગર શેરી નં.૨ માં આવેલ રહેણાંક મકાનની બાજુમાં પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા વાહન ચોર ચોરી કરી લઈ ગયા અંગેની અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કાંતિનગર શેરી નં.૨ ચામુંડા સ્ટોર પાસે રહેતા અસલમભાઈ તાજમહમદભાઈ સંધવાણી ઉવ.૨૪ એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૧૬/૦૯ના રોજ રાત્રીના ૩.૩૦વાગ્યે અસલમભાઈ પોતાના કામ ઉપરથી પરત આવી પોતાનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એએસ-૯૭૩૭ પોતાના ઉપરોક્ત રહેણાંક મકાનની બાજુમાં પાર્ક કર્યું હતું. જે બાદ ૧૬/૦૯ના રોજ સાંજના સમયે પાર્ક કરેલ પોતાનું બાઇક ત્યાં જોવામાં ન આવતા, તેમના પિતા સાથે બાઇક અંગે આજુબાજુમાં શોધખોળ કરતા મળી આવેલ ન હોય, જેથી અસલમભાઈએ બાઇક ચોરી અંગે પ્રતગમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે અસલમભાઈની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.