મોરબીના સનાકાંઠા વિસ્તારમાં સો ઓરડી વરીયા મંદિર વાળી શેરી નજીક જાહેરમાં વર્લી ફીચર્સ ના આંકડાનો જુગાર રમતા નિમેશભાઈ અશ્વિનભાઈ મીરાણી ઉવ.૩૫ રહે. વીસીપરા શેરી નં.૧૩ મોરબી વાળાને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા ૧,૦૫૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.