મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મહેન્દ્રનગર ચાર રસ્તા બીલ્વા શોપિંગ સેન્ટર સામે રોડ ઉપર પ્લાસ્ટિકની થેલીમાં કંઈક વસ્તુ છુપાવીને શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા એક ઇસમને રોકી, તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા, તેમાંથી ઈંગ્લીશ દારૂ ઓલ સિઝન વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૪૦૦/-મળી આવી હતી, જેથી આરોપી વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ અશોકભાઈ મારડીયા ઉવ.૫૦ રહે. હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર મોરબી-૨ વાળાની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.