મોરબી-૨ માળીયા ફાટકથઈ ઇન્દિરાનગર જવાના રસ્તેથી શંકાસ્પદ જણાઈ આવતા એક શખ્સને રોકી બી ડિવિઝન પોલીસે તેની તલાસી લેતા તેના પાસેથી ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૧૦૦/- સાથે આરોપી મુસ્તાક ઉર્ફે મુસા ઓસમાણભાઈ મુલ્લા ઉવ.૨૫ રહે.મોરબી વીસીપરા કુલીનગર વાળાની અટક કરી છે, જ્યારે દારૂ આપનાર મોરબીના વીસીપરામાં રહેતો આરોપી ઇમરાન મોવરનું નામ ખુલવા પામ્યું હતું. ત્યારે પોલીસે બન્ને આરોપીની સામે ગુનો નોંધ્યો છે., જ્યારે હાજર નહિ મળી આવેલ આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.