મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલથી કાલીન્દ્રી નદીના કાંઠે ઘુંટુ રોડ ઉપર જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં રોડ સાઈડ ઉભેલ ઇસમને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા થેલીમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૧૦૦/-મળી આવી હતી. જેથી આરોપી તુલસી ઉર્ફે કાનો રમેશભાઈ ઉપસરીયા ઉવ.૨૫ રહે.સર્કિટ હાઉસ સામે મફતીયાપરા મોરબી-૨ વાળાની અટક કરી છે. હાલ પકડાયેલ આરોપી સામે પ્રોહી.હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે