મોરબી-૨: ઉમા ટાઉનશીપ નજીક ચાલીને જતા ૫૮ વર્ષીય પ્રૌઢને પાછળથી ફોરવ્હીલ કારે હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માત સર્જી ટાટા નેક્ષોન કારનો ચાલક પોતાની કાર લઈને નાસી ગયો હતો. ત્યારે ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં લાવતા પ્રૌઢને પગના પંજાના ફ્રેકચર થયું હોવાનું સામે આવ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે ટાટા નેક્ષોન કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધીરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના સમકસનતગ વિસ્તારમાં ઉમા ટાઉનશીપ રોડ ગિરિરાજ સોસાયટી-૧ માં રહેતા નિવૃત પ્રવીણભાઈ અમરશીભાઈ પંચાસરા ઉવ.૫૮ ગત તસ.૩/૦૭ ના રોજ બપોરના ચારેક વાગ્યે ચાલીને જતા હોય તે દરમિયાન ઉમા ટાઉનશીપ નજીક સરસ્વતી શેરી નં.૧ ના ગેટ પાસે પાછળથી આવતી ટાટા કંપનીની નેક્ષોન કાર રજી.નં. જીજે-૩૬-એજે-૫૭૫૬ ના ચાલકે ફુલસ્પીડમાં આવી પ્રવીણભાઈને પાછળથી ઠોકરે ચડાવ્યા હતા, અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર લઈને નાસી ગયો હતો, જે બાદ પ્રવિનભાઈને પગમાં ઇજાઓ કારણે સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા, તેને જમણા પગના પંજા ઉપર ફ્રેકચર થયું હતું. ત્યારે અકસ્માત સર્જી નાસી ગયેલ આરોપી કાર ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.