મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં આવેલ રહેણાંક મકાનમાં બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂ ઓરેન્જ વીડીએલ સ્ટ્રોંગ દેશી મદિરાની ૪૮ નંગ બોટલ કિ.રૂ.૧૬,૩૨૦/-સાથે મકાન માલીક આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો રઘાભાઈ સનુરા ઉવ.૩૮ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ સહિત રૂ.૨૧,૩૨૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.









