Monday, April 28, 2025
HomeGujaratમોરબી-૨: માળીયા ફાટક નજીક મોટર સાયકલમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો.

મોરબી-૨: માળીયા ફાટક નજીક મોટર સાયકલમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો.

મોરબી શહેર બી ડિવિઝન પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મધરાતે ૧ વાગ્યાની આસપાસ માળીયા ફાટકથી મહેન્દ્રનગર જવાના રસ્તે સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એ-૮૨૧૯ વાળું લઈને શંકાસ્પદ હાલતમાં એક ઈસમને રોકી, તેના પાસે રહેલ બેગની તલાસી લેતા, તેમાંથી ઈંગ્લીશ દારૂ ઓલ સિઝન ગોલ્ડ કલેક્શન વ્હિસ્કીની ૩૭૫મીલી. ની ચાર બોટલ કિ.રૂ.૮૮૪/-મળી આવી હતી, જેથી આરોપી કાસમભાઈ દિલાવરભાઈ પઠાણ ઉવ.૨૯ રહે.મોરબી મકરાણીવાસ વાળાની અટક કરી છે, આ સાથે પોલીસે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ તથા દારૂનો જથ્થો એમ મળી કુલ રૂ.૫૦,૮૮૪/-નો મુદ્દામાલ કબ્જે લઈ, આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!