મોરબી-૨: ભડિયાદ રોડ નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલ એક શખ્સને મોરબી બી ડિવિઝન પોલીસે પકડી લીધો હતો, જેમાં પકડાયેલ આરોપી અનિષભાઈ સલીમભાઈ પંજવાણી ઉવ.૨૫ રહે. મોરબી-૨ સો ઓરડી વાળો વર્લી ફિચર્સના આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૨,૨૫૦/- તથા વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સાથે મળી આવતા, બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.