મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી ખાતે રહેતા રમેશભાઈ લાલજીભાઈ ચૌહાણ નામના ૩૫ વર્ષીય યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જે બાદ પરિવારજનો દ્વારા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા, ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.