મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય યુવકે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના સમાં કાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રૂથ્વિરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ ઉવ.૩૫એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અ.મોત દાખલ કરી છે.









