મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શક્તિ ચેમ્બર નજીક નેશનલ હાઇવે રોડ ઉપર ઉભેલ શખ્સ કશુંક છુપાવતો હોય તેમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા, પોલીસે તેને રોકી તેની અંગ ઝડતી લેતા, પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ વેટ-૬૯ બ્રાન્ડની એક લીટરની બોટલ કિ.રૂ. ૨,૫૯૦/- મળી આવી હતી, જેથી આરોપી ચિરાગભાઈ ભરતભાઇ મકવાણા ઉવ.૨૩ રહે. ત્રાજપર ખારી મયુર સોસાયટીની પાસે વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી, હાલ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.