દેશી દારૂ આપનારનું નામ ખુલતા, બન્ને વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં લખધીરપુર રોડ સ્થિત શક્તિપરામાં મહિલા બુટલેગરના રહેણાંકમાં રેઇડ કરતા મકાનના ફળીયામાં પ્લાસ્ટિકના બાચકામાં રાખેલ ૪૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૯,૦૦૦/- પકડી લેવામાં આવ્યો હતો, જેથી તુરંત મહિલા આરોપી શોભનાબેન નવઘણભાઈ ભુપતભાઇ હમીરપરા ઉવ.૩૭ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી, આ સાથે પકડાયેલ મહિલા આરોપીની પ્રાથમિક પૂછતાછમાં આ દેશી દારૂનો જથ્થો સુ.નગર જીલ્લાના નળખંભા ગામના વિજયભાઈ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા, ક્રાઇમ બ્રાંચ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.