મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા જીલ્લા કલેકટરના પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અંતર્ગત અલગ અલગ સ્પા પાર્લરમાં ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન સર્કિટ હાઉસ નજીક વિકાસ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલ સનમુન સ્પામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે સનમુન સ્પા સંચાલક ભાવેશભાઈ સદાશીવભાઈ ખામકાર હાલરહે.સનમુન સ્પામાં મૂળ રહે.વડોદરા સયાજીગંજ વાળાએ પોતાના કબજા ભોગવટા વાળા સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા, બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત સ્પા સંચાલક આરોપી સામે બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.