મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ક્રાંતિજ્યોતમાં રહેતા મનસુખભાઇ દેવજીભાઈ વડસોલા ઉવ.૬૫ની તબીયત લથડતા તેઓને પરિવારજનો મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમા લઇ જતા હોય, તે દરમિયાન રસ્તામાં જ મનસુખભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે મૃતકની લાશ તેના સગા-સબંધી પી.એમ. કરાવવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, બી ડિવિઝન પોલીસે સમગ્ર બનાવ બાબતે પ્રાથમિક વિગતો મેળવી અ.મોત દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.