મોરબી-૨ ભડિયાદ ખાતે ઉમિયાનગરમાં રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ કરી વિદેશી દારૂની ૬ બોટલ ઝડપી લીધી હતી. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, મહેશભાઈ ધનજીભાઈ સાવરીયા રહે. ભડિયાદ ઉમિયાનગર મોરબી-૨ વાળો પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મળેલ બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરતા જ્યાં વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૦૬ બોટલ કિ.રૂ.૭,૮૦૦/-મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી મહેશભાઈ સાવરીયા હાજર નહિ મળી આવતા, બી ડિવિઝન પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









