મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચાર રસ્તા મિલાન પાર્ક પાસે પાર્ક કરેલ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, મોરબી-૨ મહેન્દ્રનગર સાનિધ્ય પાર્ક સોસાયટી શેરી નં.૧ માં રહેતા શૈલેષભાઇ ચતુરભાઈ ચીખલીયા ઉવ.૪૨ નામના વેપારી ગઈ તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ મહેન્દ્રનગર ચાર રસ્તા મિલાન પાર્ક પાસે આવેલ ઉમા સ્વીટ માર્ટમાં લાડવા લેવા માટે પોતાનું હીરો સ્પ્લેન્ડર રજી.નં. જીજે૦૩-ડીએ-૦૯૪૭ લઈને ગયા હતા ત્યારે ત્યાંથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ ઉપરોક્ત મોટર સાયકલ ચોરી જરીને લઈ ગયા હતા, ત્યારે બાઇક ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









