મોરબી ખાતે સ્વ. જયેન્દ્રભાઈ નિરંજનીની ૩૮મી પુણ્યતિથિ નિમિત્તે ડો. હસ્તીબેન મહેતાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કેમ્પ યોજાયો જેમાં મફત સારવાર, બ્લડ શુગર અને બીપી ચેક જેવી સેવાઓ આપવામાં આવી હતી.
મોરબી શહેરના સામાકાંઠે માળીયા-વનાળીયા મેઇન રોડ પર આવેલા સો ઓરડી વિસ્તારમાં વિનોદભાઈ પરમારના નિવાસસ્થાને તા. ૦૨ નવેમ્બર ૨૦૨૫ના રોજ ડો. હસ્તીબેન મહેતાનો ૧૯૫મો આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઈ નિરંજનીની ૩૮મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પત્ની દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમ્યાન ડો. હસ્તીબેન મહેતાએ અનેક દર્દીઓનું વજન કરી, ત્રણ દિવસની સારવાર માટે જરૂરી દવાઓ આપી હતી. સાથે જ જરૂરિયાત મુજબ મફત બ્લડ સુગર તથા બ્લડ પ્રેશર ચેક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા શ્રીમતી મનિષા નિરંજની, સિદ્ધાર્થ નિરંજની, વિનોદભાઈ પરમાર તથા તેમના સમગ્ર પરિવાર દ્વારા પ્રસંશનીય યોગદાન આપ્યું હતું. કેમ્પમાં સહાયક તરીકે રશ્મિભાઈ દેસાઈ, કેતનભાઈ મહેતા, બિંદુબેન દવે અને સુદીપ વોરાએ સેવા આપી હતી.









