મોરબી-૨: મહેન્દ્રનગર વિસ્તારમાં કાન્તિજ્યોત બિલ્ડીંગમાં રહેતા ૭૪ વર્ષીય વૃદ્ધે પાર્કિંગમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત કર્યો હતો. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ દ્વારા અ.મોત નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ખોડીદાસભાઈ ધનજીભાઈ ધોરીયાણી ઉવ.૭૪ રહે.કાંતિજ્યોત પાર્ક બ્લોક બી-૪ મહેન્દ્રનગર મોરબી-૨ વાળાએ ગઈકાલ તા.૧૨/૧૨ના રોજ રાત્રિના અરસામાં કોઈપણ કારણોસર કાંતિજ્યોત પાર્ક બ્લોક બી-૪ બિલ્ડિંગના પાર્કિંગમાં પંખા સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે









