Wednesday, June 25, 2025
HomeGujaratમોરબી-૨: બૌધ્ધનગરમાં જુગાર રમતા પાંચ જુગારી ઝડપાયા

મોરબી-૨: બૌધ્ધનગરમાં જુગાર રમતા પાંચ જુગારી ઝડપાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બૌધ્ધનગર શેરી નં.૪ માં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે જુગારની મજા માણતા આરોપી કેશુભાઈ પેથાભાઇ ટુડીયા ઉવ.૫૬, કાંતીભાઈ અરજણભાઇ પરમાર ઉવ.૫૨, બાબુભાઈ ગંગારામભાઈ ગોહિલ ઉવ.૫૦ ત્રણેય રહે.બૌધ્ધનગર મોરબી-૨ તથા મહેશભાઈ અર્જુનભાઈ પરમાર ઉવ.૩૫ રહે. નજરબાગ મોરબી-૨ તેમજ તેજાભાઈ ટપુભાઇ પારઘી ઉવ.૭૧ રહે પીપળી તા.મોરબી વાળા એમ પાંચ આરોપીઓને રોકડા રૂ. ૩,૭૦૦/-સહિતના મુદ્દામાલ સાથે પકડી લઈ, તમામ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!