મોરબી શહેરની બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગર ખારા પટ્ટમાં જાહેરમાં વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમતા સુનિલભાઈ રમેશભાઈ ઝંઝવાડીયા ઉવ.૨૬ રહે.ભડિયાદ કાંટે મોરબી-૨ નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૧૧,૨૦૦/-તથા જુગાર રમવાના સાહિત્ય સાથે તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









