મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં સરસ્વતી સોસાયટી નજીક રોડની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ આરોપી અરમાન ઉર્ફે ભાણો ઇકબાલભાઈ જુનેજા ઉવ.૨૧ રહે.ભક્તિનગર મફતીયાપરા સર્કિટ હાઉસ સામે મોરબી-૨ વાળા પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૮ બોટલ કિ.રૂ.૯,૦૦૦/-મળી આવી હતી. જેથી બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી કરી છે.









