Sunday, August 31, 2025
HomeGujaratમોરબી-૨: સીરામીક સીટી નજીક વિદેશી દારૂની બે બોટલ સાથે એક પકડાયો, સપ્લાયરનું...

મોરબી-૨: સીરામીક સીટી નજીક વિદેશી દારૂની બે બોટલ સાથે એક પકડાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ તે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સીરામીક સીટી જી-૧ એપાર્ટમેન્ટ નજીક થેલીમાં કઈક છુપાવીને નીકળેલ એક યુવકને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ સ્ટીચર્સ બ્લેન્ડર સ્કોચ વ્હિસ્કીની બે નંગ બોટલ કિ.રૂ.૭,૦૦૦/- મળી આવી હતી, જેથી તુરંત આરોપી હિરેનભાઈ યાદવ ઉવ.૨૨ રહે સીરામીક સીટી જી-૧ એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૪ મૂળરહે.અમદાવાદ શહેરના હાથીજન વિવેકાનંદનગર વાળાની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં આ વિદેશી દારૂની બોટલ અન્ય આરોપી જગદીશભાઈ સવસેટા રહે.મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું જણાવતા, પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!