મોરબી-૨ માં ભડિયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મહેશભાઈ મકવાણા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૧૨ બોટલ કિ.રૂ.૧૫,૬૦૦/-મળી આવી હતી, જેથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે આરોપી મહેશભાઈ ધનજીભાઈ મકવાણા ઉવ.૩૯ ની તેના રહેણાંક મકાન ખાતેથી અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે