મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે આરોપી વિશાલભાઈ ઉર્ફે વિશુ ચંદુભાઈ ઉધરેજા ઉવ. ૨૨ રહે.થાન ફુલ વાળી શાળા નં. ૦૭ની બાજુમાં તા.થાન જી.સુરેન્દ્રનગર વાળો લખધીરપુર રોડ ઉપર વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરે છે, જેથી પોલીસે મોરબી-ર લગધીરપુર રોડ સાહેબ સીરામીક જવાના રસ્તા પાસે રેઇડ કરતા જ્યાં બાવળની કાંટ માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૮ બોટલ કિ.રૂ.૨૮,૬૫૬/- મળી આવતા તુરંત આરોપી વિશાલ ઉર્ફે વિશુની અટક કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.