મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં અમુક શખ્સો વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી આરોપી અશોકભાઇ પ્રવિણભાઇ ડાભી ઉવ.૨૯ રહે.રામદેવપીરના મંદિર પાસે સો ઓરડી મોરબી-૨ વાળાને વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની ૮ બોટલ કિ.રૂ.૫,૧૨૮/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે આરોપી જયદિપભાઇ ઉર્ફે જયુ બેચરભાઇ ચાઉ રહે,સોઓરડી વરીયાનગર શેરી નં.૮ વાળાએ આપ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.